Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*ગઝલ - દિલ નથી*
*રમલ -(ગાલગાગા)3 ગાલગા*
➖➖➖➖➖➖➖➖➖➖
કાં નથી દિમાગ કાં તો એમનામાં દિલ નથી.
લાગણી સમજી શકે એ એટલા કાબિલ નથી.

દુશ્મનોની નાવમાં બેઠા હતા તેથી ડૂબ્યા,
આમ દરિયો પાર કરવો એટલો મુશ્કિલ નથી.

નહિ કબૂલે કોઈ દિ' એ વાત તો નક્કી જ છે,
રોજ ખૂની એમ બોલે છે કે, "હું કાતિલ નથી".

ક્યાંક તો ભૂલા પડ્યા છો માર્ગ પર, નકશો જુઓ,
એમ ના કહેતા પછી કે, કાં મળી મંઝિલ નથી?

મેં બધું ત્યાગી દીધું જ્યાં આત્મગૌરવ હોય ના,
કોઈના નામે કદી પણ મેં તો ફાડ્યું બિલ નથી.

એક ચહેરામાં મને જોવા મળ્યા ચહેરા ઘણાં,
એમના ચારિત્ર્ય બાબત કોઈ શંકાશીલ નથી.

ફર્ક છે તારી અને મારી રમતમાં એટલો,
હું ભલે હારી ગયો, તું જીતને કાબિલ નથી.

જેટલી ઝડપે ઉડે, બમણી ગતિથી એ પડે,
આભ ધરતી બેઉ વચ્ચે ક્યાંયપણ સાહિલ નથી.

જ્યાં ગરજ પૂરી થઈ કે ઓલવી નાખ્યો તરત,
"દીપ" થી રોશન હવે તો એટલે મહેફિલ નથી.
➖➖➖➖➖➖➖➖➖➖➖
*દીપકસિંહ સોલંકી "દીપ" બાહી*

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111612632
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now