*Nice poem must read"*
*ઢળતી સંધ્યાનું આકાશ*
*કેટલું ખૂબસુરત લાગે છે*
*તો પછી......*
*ઢળતી ઉંમર નો આપણને*
*કેમ થાક લાગે છે.....?*
*આ તબક્કે જ અધૂરા સપનાઆે*
*પૂરી કરવાની એક આશ જાગે છે*
*તો પછી....*
*ઢળતી ઉંમરનો આપણને કેમ*
*થાક લાગે છે...... ?*
*જવાબદારીઓ થી મુક્ત થઈને*
*પોતાની જાતને મળવાની એક*
*પ્યાસ જાગે છે*
*તો પછી....*
*ઢળતી ઉંમરનો આપણને કેમ*
*થાક લાગે છે...... ?*
*અંધારી રાત પછી, સોનેરી*
*સવારનો કેવો ઉજાસ લાગે છે*
*આ ઉંમરે જિંદગીના અનુભવો*
*પરથી....સમજણનો એક*
*અહેસાસ જાગે છે.......*
*તો પછી....*
*ઢળતી ઉંમરનો આપણને કેમ*
*થાક લાગે છે.......*
*સુખ-દુઃખ એ જીવનનું સનાતન*
*સત્ય છે.....એને બાજુ પર મૂકી*
*જિંદગી જીવો......*
*પછી જુઓ જિંદગી કેવી ખાસ*
*લાગે છે....... !!!*
*તન થાકવું એ નિયતી છે.....*
*પણ.... મનથી નહીં થાકતા*
*દોસ્તો......*
*પછી જોઈ લેજો......*
*ઢળતી ઉંમરનો ક્યાં, કોઈ*
*થાક લાગે છે.......દોસ્ત....*
#અજ્ઞાત