ભજન બીન ભુલી પડ્યો સંસાર
✍🏻 સંત રજ્જ્બ
🥀🥀🥀🥀🥀🥀🥀
ભજન બીન ભુલી પડ્યો સંસાર
ચાહે પસ્ચિમ જાત પુરબ દિસ,હિરદૅ નહિ વિચાર
વાછે ઉરધ અરધ સુ લાગૈ,ભૂલે મુન્ઢ ગવાર
ખાઇ હલાહલ ઝેર ચાહે,મરત ન લાગે વાર
બેઠે સિલા સમુદ્ર તીરંન કુ,સો સબ બુડનહાર
નામ બીના નાહી નિસતારા,કબહુ ન પન્હુચે પાર
સુખ કે કાજ દિસે દિરધ દું:ખ,બહે કાલ કી ધાર
જન રજ્જ્બ યુ જગત બીચ ગુચ્યો,ઇસ માયા કી લાર
રજ્જ્બજી કહૅ છે સાચા ભજન વિના વ્યક્તિ સંસારમા ભુલો પડ્યો છે.અનેક પ્રકારના ક્રિયાકાંડ ને ભજન સમજી,હ્રદય મા વિચાર કર્યા વિના,બુધ્ધિ ગિરવે મુકી,મુર્ખ બની,માન્યતા તથા ઉધાર જ્ઞાન નુ હળાહળ ઝેર,જીવનમા લઈ રહ્યો છે.જેથી મરતા વાર નહિ લાગે અને ભ્રહમણા મા જિંદગી પુર્ણ થૈ જશે.
દરિયામા પથ્થર નુ નાવ લઈ તરવા નિકળે તે,સર્વે ડુબી મરવાના છે.માની બેઠા ઍ મર્યા.જોયુ,જાણ્યું તે તર્યા.પ્રભુના સાચા નામ વિના મુક્તિ નથી.તે વિના કૌઇ પાર પન્હોચિ શકે તેમ નથી.સુખ મેળવવા રાત દિવસ,સંસાર ના કામમાથી નવરો થતો નથી તે મોત ના મુખમા જઇ પડે છે.રજ્જ્બજી કહૅ છે કે માયા ની જાળિ ખુબિદાર છે,કરોળિયો જેમ જાળ ગુથે છે તેમા જ ફસાય છે.એવી માયાની મધ લાળ છે સૌથી મીઠી લાળ માયાની છે.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻