THANK YOU MY DEAR ZINDAGI.......
જિંદગી એટલે ...?? જન્મથી લઈને મૃત્યુ સુધીનો સમય એટલે જિંદગી.જેટલા શ્વાસ ચાલે છે એટલી મોજ હોવી એ જિંદગી.ધબકતા હૃદયમાં અમુક સંબંધો જીવિત હોઈ એ છે જિંદગી.ખૂટતું હોઈ છતાં પુરતું છે એમ માનો એ જ જિંદગી.દરેક ક્ષણ આ વ્હાલી જિંદગીને THANK YOU કહી શકો એ જ જિંદગી.
જિંદગી મન ભરીને જીવ્યા છો એનું કોઈ સેર્ટિફિકેટ ના હોઈ.બસ તમારા અંતિમ શ્વાસ ચાલતા હોઈ અને અંદર થી આવાજ આવે કે હા,મેં મન ભરીને જીવી લીધું.બસ એ જ છે તમારી વ્હાલી જિંદગી.માણસ જીવે તો છે,પણ ખાલી શ્વાસ ચલતા હોઈ છે.જિંદગી જીવાતી હોતી નથી.માત્ર ફરિયાદો જ થતી હોય છે.કારણ કે,જિંદગી તું ખૂબ વ્હાલી છે એ કહેવાની હિંમત સૌ કોઈમાં નથી હોતી.હોઈ પણ ક્યાંથી ?? માણસને બસ ફરિયાદ જ કરવી છે.એ જ ફરિયાદો કરવામાં આ મીઠડી જિંદગીની મીઠાશ માણવાનું માણસ ચુકી જાય છે. માણસ સપના જોવે છે,એને પુરા કરવા એની પાછળ દોડે છે.પછી જયારે સપના પુરા નથી થતા તો માણસ દુઃખી થાય છે.ખરેખર,દુઃખ હોતું નથી પણ પોતે દુઃખી છે એમ માની લે છે.એવું માનો છો માટે જ દુઃખી છો.
આ ફરિયાદોને જરાક સાઈડમાં મૂકીને કયારેક વિચાર્યું છે કે , "આ જિંદગી કેટલી મસ્ત મજાની છે ? કયારેક આ ધબકતા દિલને પૂછજો કે તું કેમ થાકતું નથી ? કેમ તને કોઈ ફરિયાદ નથી ? કેમ તું વર્ષોથી સતત ધબકે છે ? એવુ પણ પૂછજો કે તને ધબકવા માટે મારુ શરીર મળ્યું છે તો શુ હું તને ખુશ રાખી શકું છું...?" આ સવાલોના જવાબ મળશે એટલે જિંદગી જીવવાની ઈચ્છા આપો આપ વધી જશે.માત્ર દિલને ખુશ રાખો એટલે સ્વાસ્થ્ય અને સ્વભાવ બને જોરદાર રહેશે.
તમારા સપનાને જ તમારો શોખ બનાવો.સપનાં નહીં શોખ પુરા કરવા પાછળ મહેનત કરો.પછી જુઓ જાદુ.જિંદગીના અંતિમ ક્ષણે જિંદગીને કહી શકશો કે માય ડિયર દોસ્ત,તને દિલથી અનલિમિટેડ THANK YOU...
છેલ્લે દિલથી કહું તો એક ગીત યાદ આવે છે....
ईस जगत सराऐ में,
मुसाफीर रहना दो दिन का,
क्यों विर्था करे गुमान,
माया धन काया जोबन का,
नहि है भरोसा पल का,
जग माटी का ढेला,
दो दिन की जिन्दगी है,
दो दिन का मेला ॥
- SHILPA PARMAR