કાશ લાગણીઓ ના પણ દસ્તાવેજ હોત
ક્યાં કેટલી લાગણીઓ નું રોકાણ કર્યું છે
તેના પણ ચોક્કસ પુરાવાઓ હોત....
તેના માટે ની પણ કોઇક અદાલત હોત...
લાગણીઓ ના રોકાણ ના સંદર્ભે
પ્રેમ નું પાણીચું પરત કરવા ની પધ્ધતિ હોત.... Bindu🌺
કાશ લાગણીઓ ના પણ દસ્તાવેજ હોત...
કોઈ લાગણીઓ ને માપી શકાય એવું માપનયંત્ર હોત
ખરી-ખોટી લાગણીઓ ને માપી શકાય એવી એક નજર હોત...
કોઈ નું દીલ ન દુભાય એવી એક માનવતા હોત...
હે કૃષ્ણ ! કાશ લાગણીઓ ના પણ દસ્તાવેજ હોત....
નથી સહેવાતા આવા ખોટા દંભ ના દેખાળા
બસ લાગણીઓ ને સમજનારા કોઈક આપણા પોતાના હોત...
કાશ....સમય ૧૦:૨૬ 19/11/20