Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પુરુષ દિવસ વિશેષ..

● મરદની વિધાતાને અરજ..●

મૂછોનાં અંકોડે,
મર્દાનગી પેરવી કરે !
ભરાવદાર દાઢી નીચે,
એક દમદાર હૈયું પણ વસે !

બાળપણમાં,
છેક પોપચે આવેલાં આંસૂઓને,
વડીલોએ મરદમાં ખપાવી,
દબાવી દીધેલાં !

ત્યાંથી લગી ઘડપણ સુધી,
ખભાને દુઃખ ઉપાડતો કર્યો !
ને ડૂમાઓને સંઘરીને,
ભીતરમાં અંબાર કર્યો !

ખોંખારા ખાઈ ખાઈને,
પ્રેમની ભાષાને પોકારતો રહ્યો !
પણ રૂક્ષતાની આડશમાં,
સૌથી અવગણાતો રહ્યો !

ક્યારેક ભાઈ, ક્યારેક બાપ,
ક્યારેક દાદો તો ક્યારેક સેઢાનો સાપ !
ફૂંફાડા મારીને રખોપા કરનારને,
ક્યારેક નૂગરો તો ક્યારેક ઝેરીલો કહેવાયો !

પુરુષના પ્રાગટયે,
વિધાતાને નમ્ર અરજ છે,
જાહેરમાં,
આંસૂ સારવાનો ને ,
ડૂમાં બાંધવાનો,
અમને પણ એક અવસર દે !

- વિશાલ દંતાણી ( 19/11/2020)

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111612081
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now