Gujarati Quote in Motivational by અંકિતા ખોખર

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હાલત કંઈક આવી છે..


જે રમત સમજે છે, લાગણીઓ નહિ, જેના માટે ફોન જરૂરી છે કોઈનો જીવ નહિ, જેના માટે દેખાડો જરૂરી છે દયા નહિ... હા હું આજની જનરેશનની વાત કરું છું. હા એકવાર એ પણ સાચી છે કે, આધુનિકતા વધારવામાં આજની જનરેશન નો બહુ મોટો ફાળો છે, સમય, શક્તિ અને નાણાં બચે તેવા ઘણા પ્રયત્નો કર્યા છે. પહેલાના લોકોના મનમાં ઘર કરી બેઠેલી માન્યતાઓ, અંધશ્રદ્ધાઓ, દહેજની રીતો આજે નથી રહી અને એ આપણા સમાજ માટે ખૂબ જ સારી વાત કહી શકાય. આ આજની જનરેશન છે સાહેબ બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ તો ગયો, પણ આજના ભણેલા ગણેલા, બેટી બચાઓના નારા લગાવનારાઓ બાળકીને પેટમાં જ મારી નાખે છે. પણ બીજી તરફ એક ખૂબ જ સારો અને મજબૂત સમાજ પણ ઉભો થઈ રહ્યો છે, ગરીબ બાળકો માટેની સંસ્થાઓ, સમાજસેવા, અનાથશ્રમ હોઈ કે પછી કોઈ ગરીબની સેવા હોઈ, આજના યુવાનો હંમેશા તૈયાર હોય છે. એક તરફ પ્રેમના નાટક કરીને જીવન બરબાદ કરતા લોકો છે તો બીજી તરફ દેશને નામે જ તેની આખી જિંદગી અર્પણ કરી દેતા લોકો પણ છે. આધુનિકતાની સાથે જીવવાને બદલે આધુનિકતામાં આંધળા થઈ ગયેલા અમુક લોકો આજે પણ ન કરવાના વ્યસનો કરે છે.

Gujarati Motivational by અંકિતા ખોખર : 111612011
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now