""મને યાદ છે""
આમ તો મળ્યો તને હું અનેકવાર
પણ
એ અમસ્તી મુલાકાત મને યાદ છે..!
કે તારા હાથ ગાલ લલાટ ચૂમ્યા અનેકવાર
પણ
એ અચાનક મને સ્પર્શેલા તારા વાળ મને યાદ છે.!
કે હું ના ડૂબતો આ પ્રેમ દરીયા માં આમ જ
પણ
એ તારી આંખોના ઇશારાની ભરતી ઓટ મને યાદ છે.!
કે કેટલું રોશન લાગે છે આ મારું શહેર આજે પણ
પણ
એ તારી પ્રથમ મુલાકાતનું અંધારું આજે પણ મને યાદ છે.!