" પુરુષ છું ને "
Written by Nish.
આંખો સરી જાય છે મારા પણ
તોય રડી નથી શકતો જાહેરમાં
"પુરુષ છું ને"
વગર કોઈ કારણે છેડતી નો
ઘણી વાર આરોપી થાઉં છું
"પુરુષ છું ને"
જવાબદારીઓ ને લીધે સપના મારા
હમેશાં મારી હાથે મારતો રહું છું
"પુરુષ છું ને"
આઝાદી કદાચ થોડી વધારે મળે છે
એટલે હાથ સ્ત્રી પર ઉપાડું છું
"પુરુષ છું ને"
સ્ત્રીને હમેશાં નીચે દબાવી ને
રાજ કાજ બધું સાંભળું છું
"પુરુષ છું ને"
પુરુષત્વ નું અભિમાન સંતુલન માટે
બંને ખિસ્સા માં લઈ ને ફરું છું
"પુરુષ છું ને"
સમજે નહીં કોઈ મન માં ઉતરી
લાગણીઓ એટલે સંતાડતો ફરું છું.
"પુરુષ છું ને"
પણ અસલ માં જરૂર છે હમદર્દ ની
બસ હાસ્યનું પાત્ર થતાં ડરું છું
"પુરુષ છું ને"
ઘણી કમીઓ ઘણી ખામીઓ સાથે જીવું છું
ઈચ્છુ દુનિયા જુએ નહીં ફક્ત પુરુષ તરીકે,
કેમ કે
"માણસ છું ને"
HAPPY International mens day.