ફૂલને મહેકવા કાંટા ઉપર ખીલવું પડે છે......
ડાળીએથી ટુટી પ્રભુ શરણ મળે છે.......
તીતલીને પીવા રસ મારો આપુ ......
રંગીન પાંખ એની ત્યારે બને છે.....
ભમરાના ગુંજનથી બાગને ચહેકાવા......
દેહ ઉપર ડંખ એના સેહવા પડે છે.......
નિષ્પાણ દેહ કદી ઉત્સવની શોભા..........
કરમાય જીવન ત્યારે કુડે ફેંકાવુ પડે છે......
ફુલ હોય કે નારી એક જેવી કહાની.........
જગતના અન્યાયને સહેવો પડે છે..... ...
🙏જય શ્રીકૃષ્ણ 🙏
-Doli Modi