*એક🙏સરસ🙏રચના*
👌 👇 👌
બળી જશે લાકડા ઠરી જશે રાખ
તારી ખુમારી તારી પાસે રાખ.
જીવી લે જિંદગી મોજ મસ્તીની,
તારી અક્કડ તારી પાસે રાખ.
રોપી દે પ્રેમનું તરુ,
હેતનું ખાતર એમાં નાંખ.
ઉગશે ફળ મધ ભરેલું,
વિશ્વાસના હોઠે એને ચાખ.
પૈસો કાંઈ બધું જ નથી,
માનવતાની બનાવ શાખ.
દરિયો બનશે કદી તોફાની,
ધીરજની નાવ તું હાંક.
ખુલ્લી આંખે તું દુનિયા જુવે,
ક્યારેક તો ભીતરે તું ઝાંખ.
હારની શરણે ના થા,
આપી છે તને ધીરજની બે પાંખ.
શ્વાસ આપ્યા પણ જીવે નહી એમાં,
*ઈશ્વરનો શું વાંક* ?
-paresh patel