Gujarati Quote in Poem by RJ_Ravi_official

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક ઓરડો ખાલી રાખવો છે આપણા નામ,
હું બારણું ખોલું ને તારી સ્મૃતિ વળગી પડે..

સાંજ પડે ને છૂટી જાઉં હું મારી વ્યસ્તતાથી,
તને મળવાની ખુશી મન પર બમણી થઇ ચડે..

હું સડસડાટ સીડીઓ ચડતી જ જાઉં છું,
મારા દિલના ધબકારા જાણે જોરથી ધબકી પડે..

હું દરવાજા સુધી પહોંચતા જ અટકી પડું છું,
જાણે આ આખીય દોડમાં જિંદગી હાંફે ચડે..

હું અંદર પ્રવેશું ને તું એમ જોવે મારી સામે,
જાણે મારા પગરવથી તું સાવધ થઈ શકે..

બોલાવે તારી તસ્વીરો આવ 'ધરતી' કહી,
હું તને સ્પર્શ કરું ને આંખથી આંસુ સરી પડે..

હું અગાસીએ દોટ મૂકી બસ એમ દોડી જાઉં,
જાણે આ હવા બની તું મારા આંસુ લૂંછી શકે..

મારી આંખોમાં રહેલું કાજળ રોજ ફેલાઈ પડે,
અને આકાશમાં રોજ એ કાળી રાત આવી ચડે..

હું ઊભી રહું તારી રાહમાં એમજ કલાકો સુધી,
અને અોચિંતો મારી સામે પેલો ચાંદ આવી પડે..

Gujarati Poem by RJ_Ravi_official : 111611810
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now