This poetry dedicated to all matrubharti sisters
શ્વાસ મારા અટકે ને,
ધબકારા અેના બંધ થાય એ મારી દી,
તકલીફ મને થઈ હોય,
તો આંખો એની ભીંજાય એ મારી દી,
મારા અધર નુ હાસ્ય જોઈ,,
હરખી ઉઠે એ મારી દી
મારા દુ:ખ દર્દ જોઈ,
જેની પાંપણ ભીંજાઈ ઊઠે એ મારી દી
મારા શ્વાસ ના તાર સાથે ,
જોડાયેલ જેના ધબકાર એ મારી દી
મારા થોડી ક્ષણ ના મૌન થી,
જીવ જેનો હંફાય એ જ મારી દી
હા એ જ મારી જિંદગી,
મારી વહાલસોઈ દી.,