🌻
દિવાળી
ચાલતી વણઝાર વંદન,આ દિવાળી કે'શું!
આગનો શણગાર ચંદન,આ દિવાળી કે'શું!
રાત આખી અંજવાળી,રાત પાવન રાખી
રાતરાણી રાત મંડળ,આ દિવાળી કે'શું!
એક અવસર આજનો,આકાર લૈ આકાશે
ચાંદની રેલાય અંજળ,આ દિવાળી કે'શું!
તેજ,આશાનાં કિરણનું આંખ આંજી દે'તું
મન ભરીલી આંખ ચંચળ,આ દિવાળી કે'શું!
કેમ અડધી રાત સ્વપ્ન આપણાં સ્વીકારે?
સૂર્ય ફરતો ભેદ મંગળ,આ દિવાળી કે'શું!
જાગૃતિ મારુ "જાગુ"
તા.૧૩/૧૧/૨૦૨૦