*ગઝલ* 18N
મનનું ધાર્યું કરનારી છે !
ઈચ્છા અંતે તો નારી છે.
નામ રૂપકડું સમણું છે,પણ-
આંખો માટે બીમારી છે !
ઝલક તમારી ઉશ્કેરે છે,
લાગણીઓ તો સંસ્કારી છે !
ભીતર ઝળહળ હો તો લેજે,
જવાબદારી અંધારી છે !
આખ્ખે આખ્ખું જીવન ઉંચક્યું,
ગઝલ નથી આ ગિરધારી છે.
~ ડૉ.મનોજ જોશી 'મન'