હુું છંદ વગરનો માણસ છું,
હુું રંગ વગરનો માણસ છું.
કેદ કરી લેજો મને હૈયામાં,
હુું દંભ વગરનો માણસ છું.
ઉડી નહી શકું તમારા વિના,
હુું પંખ વગરનો માણસ છું.
નિરાતે રહી શકો મારી સાથે,
હુું ડંખ વગરનો માણસ છું.
હાર જીતનો સવાલ જ કયાં છે ?
હુું જંગ વગરનો માણસ છું !!