તન સબળા હતા , મન મા અજવાળા હતા .
કહેવાનું એ કે આપણે પહેલાં ઉજળા હતા.
સંબંધ માં વિસ્વાસ હતા , શ્વાસમાં પ્રાણ હતા.
નભમાં નહીં ,ઈશ્વર તો આપણા ખોળામાં હતા.
આંસુ ના ઠેકાણા હતા પણ એના બહાના નહીં.
બેઠક નહીં પણ ઓટલે રંગોળી અને રોટલા હતા.
શ્રદ્ધા નાં પારખા નહીં પણ ભક્તિ ના સન્માન હતા.
વૈચારિક ચિંતા નહીં પણ ચૈતનિક વિચાર હતા.
આડંબર નહીં પણ લક્ષ્મી, સરસ્વતી નું આવરણ હતા.
તરસ્યાના પરબ અને ભુખ્યા ના રોટલા હતા.