🌻
દિવો
ઘરનાં એક ખુણામાં
એક જ દિવો
જરુર પ્રમાણે જ સળગતો
અને ચુંલો જગવવા માટે જાણે
મળતાં બાજુવાળાનાં ઘરનાં દેતવા...!
અને ચૂલો ઝળહળાટ કરતો
ત્યારે
રોટલાનો રળનારો
અંગારે દિવો કરતો
કોડિયામાં જાણે
સૂતરની વાટનાં વળનાં છેડે
ઝગ-મગ-ઝગ-મગ
તાંતણે-તાતણો પ્રકાશમય થાતો અને
ટગમગતું ડિમરું
દૂર સુધી ઝગારા મારતું
ચારેય ફરતું અંધારુ
ચારેય કોરથી કાપીને
દિવાળી કરતું ઘર
એ વખતનો દિ' વાળતી
ઉત્સવનાં ઉંબરે
સાચા હૈયા
ઢોલ અને ઝાલરમાં
ગીત માંડતી....
ત્યારે ખાંટલે બેઠેલ માડી બોલતાં
અમારા વખતની દિવાળી
રામ આવશે
એ રાહમાં રાતભર જાગતી....
ચૌદવર્ષ રાતનાં અંધારે
વાટ આંખો માંડતી...
હે રામ...
અયોધ્યા નગરી તો
આંખનો અખંડ દિવો બાળતી
ચૌદમાં વર્ષની
અંતિમ છેલ્લી રાત
દિવસમાં બદલાય ગય
સૂરજ આથમ્યો જ નૈ
એવો દિવસનો દિવો
ઘરે-ઘરે ઝળહળાટ કરતો
દિવ્ય પ્રકાશ રેલાવતો
રામ-લક્ષ્મ અને માતા સીતાનાં
આગમનની રાહ જોતો
અને રામ આવ્યા
અયોધ્યા નગરીના ઘરે-ઘરે
રામ આવ્યા
હવે તો એ દિવા પ્રથા
એક દિવસ દિવાનાં અંજવાળે
અવતાર લૈ આવશે
રામ...
આજનો દિવો ઘરે-ઘરે
અલગ આકારનો
બદલાતો અને
દેતવા ગરીબનાં ઘરે
એવા આકારનાં નિરાકાર દિવા
એવા જ દિવા હતા એ સમયનાં
આજે દિવાળીનો અવસર
નોખો પડેલો જાણે
દિવસ અડધો
રાતમાં ભળતો
અંજવાશ કરતો
દિવાળી ગણતો
દિવા સાથે રામ
દિવા સાથે ધામ
બળતો દિવો
દિવે-દિવે
જાગૃતિ મારુ "જાગુ"
તા.૧૩/૧૧/૨૦૨૦
સમય રાત્રે ૦૧:૪૬