Gujarati Quote in Poem by Bhumika Vyas

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોઇ અજાણ્યો ચહેરો વહેલી સવારે 'સબરસ' આપી ગયો...
જાણે નૂતન વર્ષની બધી શુભેચ્છાઓ નો સાર આપી ગયો.!
વહેલી પરોઢે કુરિયર માં કુદરતનો સંદેશ જાણે આપી ગયો.!

આમ ખારું ને તો ય નામ મીઠું.!?
સવાલ આવો મૂકતો ગયો...
નાના ચાર ટુકડા દઇ,
વિચારતો કરતો ગયો.

પ્રમાણ જાળવો તો મીઠું, ને નહીં તો ખારું.!
સબરસ દઈ - આ જીવન સત્ય પ્રગટ કરતો ગયો.!!

જીવનના કડવા, ખાટા, તૂરા રસને
સમરસ કરવાનો કિમીયો દેતો ગયો....
થોડી અમથી બોણી સામે બેશ-કિંમતી દેતો ગયો.!!

સ્વાદ અને જીવન : બેસ્વાદ - ફીકા બનતા અટકાવવાની જાણે સામગ્રી આપતો ગયો....
ને આ સામગ્રી તો હાથવગી છે,
એનું ભાન કરાવતો ગયો.!!

જમણ હો કે જીવન : સ્વાદ વિનાની સજાવટ થી નકામા.!
પણ બેઉનો 'આસ્વાદ' લેવાની ચાવી સબરસ માં....
સપરમા દહાડે આ ગુરુચાવી દેતો ગયો....

નવા વર્ષની પહેલી-વહેલી પરોઢે ધન્ય કરતો ગયો,...

એક નિર્દોષ - માસૂમ છોકરો, સબરસ સાથે
કેટલું બધું દેતો ગયો.!!
નૂતન વર્ષાભિનંદન..

Gujarati Poem by Bhumika Vyas : 111610843
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now