ભાઈબેનના પ્રેમનું હેત..
લાગણીથી વધતું વેંત...
ક્યારેય ન ખૂટે આપ લે માં ભાઈ બેનનો પ્રેમ.
ભઈલાના કાર્યમાં સદાય થાય જીત..
કારતક સુદ 2 ભાઈ બીજની રીત.
સદા ખુશ રહે ભઈલો મારો.
આકાશમાં ચમકતો રહે તારો..
મારો ભઈલા તું જગથી પ્યારો.
નદીના પ્રવાહનો સાગર કિનારો.
મારા મમ્મીનો તું કૃષ્ણ દુલારો.
દાદા દાદીનો આંખનો લાલો.
મારો ભઈલો જગથી વ્હાલો.
ગાયત્રી પટેલ