🌻
જય સિયારામ
શુભ
સંવત ૨૦૭૭
નવા વર્ષની શુભકામનાઓ
🙏🌻
પ્રભુ પ્રાર્થના
વર્ષની શુભ શરુઆત તો
જાણે નારાયણ-સૂર્યની સોનેરી પહેલી કિરણનું પાથરણું
સુગંધીત ધરતીના ખોળે પથરાતું...
પછી હવાની લહેર લહેરાતી અને
અનેક ફૂલો અને પતંગિયાઓને વન-વગડામાં વ્હાલ કરતી આગળ વધતી
ગિરિમાળાઓ ને સ્પર્શે ત્યારે ઝરણાઓનાં અવિરત
પ્રવાહને પ્રવાહિત કરી
સરિતા સૂર સંગીત ધરતી....
પંખીઓની નવલી ઉડાન
અને કલરવ..
સૃષ્ટિને આહલાદક બનાવતો ટહુકો જાણે
તરૂવરની ડાળીએ-ડાળીએ ઝૂલતો અને
મંદિર ની ઝાલર વગાડતો હોય એમ ધ્વનીત ધ્યાન ધરતો અને
મુક્ત મન મુકીને રેલાતો પ્રવાહ
કાંઠે-કાંઠે પથરાયેલાં શંખને સ્પર્શતાં જ સમિરનાં કિર્તનમાં
સમુદ્ર નર્તન કરતો-કરતો ઉછળતો પ્રવર્તતો
સ્વયંમ રત્નાકર
નવરત્નો પ્રદાન કરતો ત્યારે
સમુદ્રની પુત્રી દેવી લક્ષ્મિ
સાક્ષાત પ્રસંન્નતાનો અવતાર
પ્રસંન્ન થૈ
પૃથ્વીને અઢળક સંપદાથી નવપલ્લવિત કરતી હોય
અસ્તિત્વનો આધાર માત્ર
વૈભવ
પ્રકૃતિમાં જ છે
જે સુશોભિત છે
અને વરદાન સમાન છે સુખ,શાંતિ,શક્તિ સમાન છે
સ્વસ્થતા અને સમૃધ્ધિ સમાન છે
એક જ શબ્દમાં કહીએ તો
આકાશ-પાતાળ પૃથ્વીનો આકાર
નિરાકાર મહાદેવ છે
એવા વૈભવી આકાર સમાન પ્રભુ
શ્રી ચરણોમાં સદૈવ પ્રાર્થના
પૃથ્વી વૈભવી રહે
વર્ષે-વર્ષે નવા વર્ષે
સત્સંગી રહે
સ્નેહી રહે
અમારી,આપણી અને સૌની
સર્વ મંગલ મનો કામનાં રહે
પ્રકૃતિનાં ખોળે
માનવતા રહે અને
પ્રાર્થના રહે
જાગૃતિ મારુ મહુવા "જાગુ"
તથા
મારુ પરિવારનાં રામ રામ
🙏🌻
તા.૧૬/૧૧/૨૦૨૦
સોમવાર
સમય:સવારે ૧૦:૪૦