પળો સઘળી દિવાળી બની આવી છે
અંતરે એ બધી દીવડી કરી આવી છે.
વિવાદ બધાં જ હવે શમી ગયા છે
વાત એ બધી સુંવાળી કરી આવી છે.
ફીદા ફીદા થયું છે આ જીવતર હવે તો
અદા એ બધી નખરાળી કરી આવી છે.
જીતી શકાય છે રમાતી ક્ષણો પ્રત્યેક
બાજી એ બધી સવળી કરી આવી છે.
ફળે જ છે સમયસર અને ચોક્કસપણે
પ્રાર્થના એ બધી સબળી કરી આવી છે.
રચના: નિલેશ બગથરિયા
"નીલ"