નઝરુંનો ઢોલ દિલમાં વાગ્યાં કરે છે,
નમણી નાગરવેલ રાસડે રમ્યા કરે છે.
વન વગડામાં જીણા મોરલા બોલ્યા કરે છે.
કાળી કોયલના શ્વેત ટહુકા કરિયા કરે છે.
આંધી ચડીને વાવા વંટોળિયો ચડ્યો,
મહોબતની ચોખટે બેન્ડવાજા વાગ્યાં કરે છે.
દિવાળીનાં નવલાં દાડે દીવડા પ્રગટાવી રાખ્યા,
મનની મિરાતે ફટાકડા ફૂટ્યા કરે છે.
નૂતન વર્ષે અઢી અક્ષરની ડોર બેલ વાગ્યાં કરે છે,
અઝીઝની નઝરુંનો ઢોલ દિલમાં વાગ્યાં કરે છે.
❤ભાટી એન અઝીઝ❤
15/11/2020