Gujarati Quote in Blog by mim Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*બધુ તણાઈ ગયું*

*આવો ગયું,*
*પધારો ગયું*
*અને નમસ્તે પણ ગયું,*

*"હાય" અને "હેલ્લો" ના હાહાકાર માં,*
*સ્નેહ ભીના શબ્દો ગયા.*

*મહેમાન ગયા,*
*પરોણા ગયા,*
*અને અશ્રુભીના આવકાર પણ ગયા,*

*"વેલ કમ" અને "બાય બાય" માં*
*લાગણીઓ તણાઈ ગયા.*

*કાકા ગયા,*
*મામા ગયા,*
*માસા ગયા,*
*અને ફુવા પણ ગયા,*

*એક "અંકલ" ના પેટમાં*
*એ બધા ગરકાવ થયા.*

*કાકી, મામી,*
*માસી, ફોઈ,*
*ને સ્વજનો વિસ્તાર ગયા,*
*એક "આંટી" માં બધાં સમાઈ ગયા.*

*કુટુંબ નામનો માળો તૂટ્યો,*
*પંખી બધા વેરવિખેર થયા,*

*હું ને મારા માં*
*બધા જકડાઈ ગયા.*

*હાલરડાંના હલ્લા ગયા,*
*લગ્નના ફટાણા ગયા,*
*ડીજે ને ડિસ્કોના તાન માં*
*બધા ગરકાઈ ગયા.*

*આઈસ્ક્રીમના આડંબરમાં*
*મીઠા ગોળ ને ધાણા ગયા.*

*લાપસી ગયા, કંસાર ગયા,*
*ખીર અને ખાજા ગયા,*
*"કેક" ના ચક્કરમાં*
*બધા ફસાઈ ગયા.*

*માણસ માંથી માણસાઇ*
*ને સંબંધ ગયા*
*ને કામપૂરતા માત્ર*
*મોબાઈલ નંબર રહી ગયા.*

Gujarati Blog by mim Patel : 111609841
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now