🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
દિવાળી કબૂલી લે !
જોઈને ખુશ થવાય તો
દિવાળી હોવાનું કબૂલ કરી લે !
હૈયું જોડીને રહેવાય તો
દિવાળી હોવાનું કબૂલ કરી લે !
છે સમય સંકેલાતી જાતનું
ગૂંચમાં અટવાઈ જવું વાતવાતમાં,
કોઈ ઉષ્ણ શ્વાસે અટકાય તો
દિવાળી હોવાનું કબૂલ કરી લે !
પલટતી રૂખ બદલાય છે ચહેરાની
એળખ નથી કાયમી ત્યારે,
આંખ ભીની જરા છલકાય તો
દિવાળી હોવાનું કબૂલ કરી લે !
આ ગમ ભરેલી રાતનું ધાબું છે ને
તારલિયા ઉદાસી વરસાવતા,
સ્મરણમાં કોઈ આવી જાય તો
દિવાળી હોવાનું કબૂલ કરી લે !
કાયમી નીસરતી પરખ અને મળે
સ્નેહ તરસી ઓળખ જેની,
અંધકારે જ્યોત જલી જાય તો
દિવાળી હોવાનું કબૂલ કરી લે !
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀