દિવાળી,
પ્રકાશનું પર્વ દિવાળી,
લખું શુભ કે લખું લાભ,
સૌનું મંગળ કરે દિવાળી.
લક્ષ્મીજી ના રથ પર આરૂઢ,
સૌના અન્ન ધાન ભરે દિવાળી.
બાળકોનો મનગમતો તહેવાર,
નવા કપડાં, ફટાકડા નો ખજાનો લાવે દિવાળી.
તમસથી પ્રકાશ તરફ ના પ્રવાસની કહાણી,
વર્તમાન સાથે ભવિષ્યના સપનાની દિવાળી.
ગઈ ગુજરી ભૂલીને નવા સ્મરણોની ,
નવા સપનાની , રહો તેજોમય દિવાળી.
સૌનું કરે મંગલ કલ્યાણ.
નિમિકા.