*કોઈને જૂઓ અને તમારી અંદર રંગોળી પૂરાઈ જાય ત્યારે સમજવું કે,*
*આજે દિવાળી છે !*
*સાવ સૂરસૂરિયા જેવા અસ્તિત્વને લઈને ફરતા હો અને*
*અચાનક કોઈનો ઉષ્ણ શ્વાસ અડી જતાં જ*
*તમે આખે આખા ફૂટી જાવ ત્યારે સમજવું કે,*
*આજે દિવાળી છે !*
*વૃક્ષમાંથી લાકડું થઇને બારણું બની ગયેલા તમારા સમયને કોઈની લીલી નજરનું તોરણ બંધાય ત્યારે સમજવું કે,*
*આજે દિવાળી છે !*
*જમણો હાથ ડાબા હાથને પણ ન કળી શકે એવા ગાઢ અંધારમાં તમે બેઠા હો*
*અને તમારા સાવ અંદરના ઓરડે આવીને કોઈ દિવડો જલાવી જાય ત્યારે સમજવું કે,*
*આજે દિવાળી છે*
*આવી દિવાળી આપ સૌ ને પ્રાપ્ત થાય....*
*તેવી શુભેચ્છા ....*
🌹🌷💐🌹🌷💐