Gujarati Quote in Religious by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ફીલિંગ્સનો અવિસ્મરણીય લાઈફ ટાઈમ કલેક્ટીવ
દીપોત્સવી વિશેષાંક 2020 પ્રગટ થઈ ચૂક્યો છે....

આપ જાણો જ છો એમ, ફીલિંગ્સના વિશેષાંકો વાચકોની હરહંમેશ પ્રથમ પસંદગી રહ્યાં છે ત્યારે આ દીપોત્સવી વિશેષાંક પણ આપને માણવો ચોક્કસ ગમશે. આ વિશેષાંકમાં પર્વ વિશેષ લેખોમાં પ.પૂ. ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજ, પૂ. જ્ઞાનવત્સલદાસ સ્વામી, શ્રી ભાગ્યેશ જ્હા તથા વિશ્ર્વમાનવ અને સ્વાધ્યાયકાર્ય દ્વારા અનેક વ્યક્તિઓના જીવનમાં દીપકરૂપી અજવાળું પાથરનાર પૂજ્ય પાંડુરંગશાસ્ત્રી આઠવલે (દાદાજી)ના શતાબ્દીપર્વ સેલિબ્રેશનની કવરસ્ટોરી વાંચનરંગોળીને નયનરમ્ય અને પ્રેરક બનાવશે. આ ઉપરાંત વાંચનવિશેષ ખ્યાતનામ લેખકો રાજ ગોસ્વામી, રાહુલ શુક્લ (યુએસએ), દીપક સોલિયા, બોમ્બે સ્ટોક એક્સચેન્જના એમડી અને સીઈઓ શ્રી આશિષ ચૌહાણ, હિતેન આનંદપરા, રેખા પટેલ (યુએસએ), સલિલ દલાલ (કેનેડા), પ્રદીપ ત્રિવેદી, યોગેન્દ્ર જાની વગેરેના તેઓના આર્ટિકલમાં ‘શબ્દતેરસ’ ઉજવી છે.
કેન્યા (નૈરોબી)માં રહીને પણ જેમણે ગુજરાતી અસ્મિતાનો ધ્વજ વિશ્ર્વભરમાં લહેરાવ્યો છે તે સિમેન્ટ અને સ્ટીલ ‘ગુરુ’ તરીકે ખ્યાતિપ્રાપ્ત ડૉ. નરેન્દ્ર રાવલ ‘ગુરુ’ તેમજ કેન્યામાં બિઝનેસ ક્ષેત્રે ઈન્ફિનિટી ઈન્ડસ્ટ્રીયલ પાર્ક દ્વારા ક્રાંતિ સર્જનાર અશોક શાહની જીવનગાથા આપના જીવનમાં પ્રેરણાના દીપક પ્રગટાવશે.
તો આ વિશેષાંકમાં હાસ્યરૂપી રંગોથી જીવનની નાની-મોટી ઘટનાઓને શાહબુદ્દીન રાઠોડ, જગદીશ ત્રિવેદી અને બધીર અમદાવાદીએ શબ્દ કેનવાસ પર ઉલ્લાસભેર ઉતારી છે. આ સિવાય વાર્ષિક ભવિષ્યફળ, ગુજરાતની પ્રખ્યાત વાવ પરની કવરસ્ટોરી (ભાટી. એન) તથા નવલિકાઓ અને કવિતા ગઝલ તમારા દિવાળી વેકેશનને અચૂક યાદગાર બનાવશે.
તો આજે જ કોપી બુક કરાવો.
ઓનલાઈન વાંચવા માટે ફીલિંગ્સની વેબસાઈટ https://www.feelingsmultimedia.com/e-magazine/ ની મુલાકાત લો....

Gujarati Religious by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111608962
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now