ભર્યા ખાલીપાએ જ અંધારું આપ્યું !
મને આયનાએ જ અંધારું આપ્યું !
પ્રથમ એક પીડાએ જ અંધારું આપ્યું.
પછી એ દિશાએ જ અંધારું આપ્યું !
મેં જેની કને સહેજ અજવાસ માગ્યો
મને એ દીવાએ જ અંધારું આપ્યું!
પરિચિત જગાએ સતત ઠેસ આવી
બહુ જાણીતાએ જ અંધારું આપ્યું!
હતું રોશનીમય જગત તારી સાથે;
મને ખાલીપાએ જ અંધારું આપ્યું !
બહરમાં જ પંડિતજી અટવાઈ ચાલ્યાં;
રદીફ-કાફિયાએ જ અંધારું આપ્યું !
ભરત ભટ્ટ