શું નવો સંકલ્પ લઉં હું આવનારાં વર્ષમાં?
એટલું ચાહું, વીતે એ અન્યના ઉત્કર્ષમાં.
પ્રેમ, શ્રદ્ધા, લાગણી, સંવેદના, સંસ્કારિતા,
આટલું ભરચક રહે અસ્તિત્વ કેરા પર્સમાં.
એકસરખી તો દશા કાયમ નથી રહેવાની, પણ-
એકસરખું હો વલણ તકલીફમાં ને હર્ષમાં.
છો ખૂટી જાતું બધું જે કાંઈ છે ભેગું કર્યું,
એક બસ હિમ્મત ખૂટે નહીં આકરા સંઘર્ષમાં.....
#અજ્ઞાત