Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હ્રદયમાં વ્યથાની કસોટી થવાની.
દરદમાં દવાની કસોટી થવાની.

કે જીદે ચડ્યો છે અહીં એક દીવો,
તો નક્કી હવાની કસોટી થવાની.

મહોબત નથી ખેલ કઇ બાળકોનો,
પ્રણયમાં વફાની કસોટી થવાની.

મદદ આવશે જો તું સાચો હશે ને,
જીવનમાં બધાની કસોટી થવાની.

ભલે વોટ આપીને ચૂંટે એ નેતા,
છતાં પણ પ્રજાની કસોટી થવાની.

મુલાકાત થાશેને તો બાથ ભરશું,
મળે ત્યાં કઝાની કસોટી થવાની.

'કમલ' એમ સ્ફૂરે ના ગઝલો પરાણે,
નવા છો? નવાની કસોટી થવાની.

કમલ પાલનપુરી

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111608887
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now