દિવાળી...
દિવા પ્રગટાવી અંધકાર ને દૂર કરી
પ્રકાશ પાથરવા નું પર્વ એટલે દિવાળી
ઘોર અંધકાર વચ્ચે નવી આશા નું
કિરણ લાવતો તહેવાર એટલે દિવાળી
જરૂરિયાતમંદ ને મદદરૂપ થઈ તેના
મોં ઉપર હાસ્ય લાવીએ એટલે દિવાળી
વેરઝેર રૂપી મન નાં અંધકાર દૂર કરી
એકબીજા નાં ગળે મળવું એટલે દિવાળી
સર્વે મંગલ થાય એવી દિલમાં ભાવના
પ્રગટાવીએ એટલે દિવાળી
કુટુંબીજનો સાથે હર્ષોઉલ્લાસ થી
ઉજવાતો તહેવાર એટલે દિવાળી
રંગ બે રંગી રંગો ની રંગોલી રોશની
અને તહેવારો નો રાજા એટલે દિવાળી..
હિરેન વોરા