ક્યારેક હોય આગળ તો ક્યારેક હોય પાછળ,
તોયે એ મારો ભેરુ, મારો સંગાથી મારો પડછ્યો...
ભલે નાં આવે નજરે મને એ હંમેશા અહિ તહિ,
તોયે એ મારો ભેરુ, મારો સંગાથી મારો પડછ્યો...
રહે નાં કવચની જેમ મારી જોડે એ હરઘડી,
તોયે એ મારો ભેરુ, મારો સંગાથી મારો પડછ્યો...
ભલે નાં આપે કદી સાથ સુખ દુઃખની પળે પળમાં,
તોએ મારો ભેરુ, મારો સંગાથી મારો પડછ્યો...
-Rajeshwari Deladia