કંઈ કરીએ તો હોબાળો,
કંઈ ના કરીએ તો હોબાળો.
સત્યની તો ક્યાં ખબર છે,
જૂઠ સાબિત કરવા હોબાળો.
કોઈ મૌન ધરે તો હોબાળો,
કોઈ સંવાદ કરે તો હોબાળો.
બસ ધારી લેવું છે એમણે તો,
પછી ના થાય મનનું તો હોબાળો.
કરી દો નજરઅંદાજ સવાલોને,
અરે ! જવાબ દેશું તોય હોબાળો.
શું હશે તકલીફ જાણતાં નથી,
ને મલમ કોણે લગાવ્યાનો હોબાળો.
હસતાં હસતાં બધું બોલી ગયા,
કર્યો પછી મનમાં વિચારોનો હોબાળો.
અરે પાત્ર જે હતું જ નહિ વાર્તામાં,
નામ પર એના હર નુક્કડ પર હોબાળો.
થૂંક આવશે મોઢે તો ગળી જજો,
ક્યાંક ઉડશે બહાર તો થશે હોબાળો.
મિલન લાડ. " મન "