LIFE
👍👌 *એક મજાનો પ્રસંગ*
➖રાત્રીના બે વાગ્યા હતા..એક શ્રીમંત માણસ ને નીંદર નહોતી આવતી..પડખા ફરી..ફરી ને થાક્યો..ચા પીધી સીગારેટ પીધી..
અગાશી મા ચક્કર મારી..પણ ક્યાંય ચેન ન પડે...
👍આખરે થાકી ને એ માણસ નીચે આવ્યો,
પાર્કીંગમાંથી 🚗 *કાર* બહાર કાઢી અને શહેર ની સડકો પર ફરવા નીકળી ગયો..
🛕ફરતા ફરતા એને એક *મંદિર* દેખાયું મનમા થયું ચાલ થોડી વાર આ મંદિર મા જાવ..ભગવાન પાસે બેસું..પ્રાર્થના કરુ.. મને થોડી શાંતિ મળે..એ માણસ મંદિરમાં ગયો..
➖જોયું તો ત્યાં એક બીજો માણસ પણ ત્યાં સામે બેઠો હતો, ઊદાસ ચહેરો.. આંખો મા કરુણતા.. એને જોઈ ને આ માણસ ને દયા આવી..પૂછ્યું *"કેમ ભાઈ આટલી મોડી રાત્રે..?"*
➖પેલા એ વાત કરી.. *"મારી પત્ની હોસ્પિટલમાં છે. સવારે જો ઑપરેશન નહીં થાય તો એ મરી જશે.. અને મારી પાસે ઓપરેશન ના પૈસા નથી"*
➖આ શ્રીમંત માણસે ખીસ્સામાથી રુપીયા કાઢયા એ ગરીબ માણસને આપ્યા.. અને પેલા ના ચહેરા પર ચમક આવી..
➖પછી આ શ્રીમંત માણસે એને પોતાનું કાર્ડ આપ્યું અને કહ્યું..."હજું પણ ગમે ત્યારે જરૂર હોય તો આમા મારો નંબર છે, મને ફોન કરજો.. એડ્રેસ પણ છે.. રુબરુ આવી ને મળજો.. સંકોચ ન રાખશો."
➖👍 *પેલા ગરીબ માણસે કાર્ડ પાછુ આપ્યું.. અને કહ્યું "મારી પાસે એડ્રેસ છે.. આ એડ્રેસની જરૂર નથી ભાઈ"*
➖અચંબો પામી ને શ્રીમંત માણસે કહ્યું.. *"કોનું એડ્રેસ છે..?"*
👍પેલો ગરીબ માણસ મરક મરક હસતા બોલ્યો...
*"જેણે રાતના સાડાત્રણે તમને અહીં મોકલ્યા એમનું"..*
👍🛕 *સાહેબ,,, આને કહેવાય વિશ્વાસ ,,આને કહેવાય આસ્થા..*🙏
🙏