એક નજર અમીભરી રાખજે તું ઇશ મુજપર,
મારી નજરનો નજરીયો ના બદલાય તુજપર.
એક નજર નિજ પર માટે તડપયા ઉમ્રભર,
હમસફરની મીઠી નજર વરસી જ્યારે મુજપર.
દિલમાં છલકે પ્રેમ જ્યારે નજરોથી વ્યક્ત થાય,
મૌન આંખોથી ત્યારે શબ્દોની લ્હાણી થાય.
નજરમાં સમાય નજર, જીવન બને ગુલઝાર,
નજરો થી મળે નજર , થાય દિલ બેકરાર.
નજર નાં ખેલ રમાય છે જ્યારે જગત પર,
નજરના આવરણ પહેરીને કવચ ધરે સ્ત્રી ખુદપર.
""અમી""
-અમી