મુક્ત /વિચિત્ર ગઝલ
સોયની અણી ઉપર ઊભા છીએ,
યુદ્ધ છે ટણી ઉપર ઊભા છીએ.
એનો મતલબ એ નથી કે સત્ય શું?
સત્યની ધૂણી ઉપર ઊભા છીએ.
ચાડીયો તો હું નથી કિન્તુ પરંતુ,
પાક માથે ઘાવ છે ઊભાં છીએ.
લાશ જેવું છે જીવન ખન્ડેર છે,
એટલે યુગો સુધી ઊભાં છીએ?
કોઈ પણ આધાર જેવું છે નહીં,
યુદ્ધ મધ્યે હા અડગ ઊભાં છીએ.
કોઈ બહુરૂપી થવાના શોખમાં,
તખ્ત કે તખ્તા ઉપર ઊભાં છીએ.
કોઈ આંસુ ને કહે છે પ્રેમથી,
આંખના નકશા ઉપર ઊભાં છીએ.?
સાવ નિર્જન છે તવાયફનું નગર,
સૂર અવાચક થઇ હવે ઊભાં છીએ.
હા હજારો વાર કબૂલી આરઝૂ,
ને છતાં ઇંતજાર માં ઊભાં છીએ.
-વિનુ બામણિયા"અતીત"
ગોધરા.11-11-2017