આખો દિવસ તપતિ ધરતી જેમ શાતા પામે સાંજે સૂરજની લાલીમાં જોઈ..
એમ તને સાંજે આંખ સામે જોઇને મને પણ આખા દિવસનો થાક ઉતરી જાયછે..
એ સાંજ મારુ યૌવન ખીલી ઉઠે જો તારી નજરો મારી નજરથી મળે..
તને બેફિકરાઇથી લોકોની પરવા વગર મને જ નિહાળતા રહેવું.. દિલને ટાઢક પહોંચે એ સાંજ ની ખુશનુમા પળે.
તરવરાટ તારી આંખોમાં મુજ પ્રેમનો મુજ ચહેરાને ફૂલ-ગુલાબી રોનક બક્ષે..
તારા પાસે આવીને ધીમા મીઠા અવાજે ગીતોના ગણગણાટથી હૈયું મારુ ધબકારે ચડે
મારી કમરના વળાંકે તારી ફરતી નજરો જોઈ મારી શરમના શેરડા ફૂટે..
ત્યારે વહાલમ, તારા પણ ચહેરાને અદભુત લાલીમાં સુરજ સમી મળે..
જોઈને તુજને ઢળતી સાંજેF હર્ષોઆનંદ મારો કેવો આમ અપાર મળે..!
કાશ, સ્વપ્ન તૂટતાંજ એક સાંજ એવી પણ મળે તારો સાથ આજીવન સંગાથ મળે
પછી એવું બને કે, તું હોય સામે નજરોની મારી અને દીદાર તારા શાશ્વત મળે..
એ બેખબર, તને નથી ખબર મારી ધડકન કેટલી તેજ ધડકે..
જરા આવીને જો સમીપ તો મારી શ્વાસોશ્વાસની પણ ગણતરી ભૂલે
કંઈક તને પામીને એ રીતે મારા દિલને થોડી ઠંડક પણ મળે..
તારા સિવાય કોને કહું, આ દિલનો ઉભરો કેટલા ધમપછાડા કરે.
તને જોતા જ જાણે શાંત દરિયે પથ્થર ફેંકી કોઈ જાણે અટકચાળો કરે.
જો આંખ મિલાવે એકવાર તું પછી હૈયું ક્યાં શાંત રહે..
એ નજરોથી ઘાયલ થઈને પછી અદાથી જોને એ તો પ્રેમબીછાને પડતું મેલે
તારી જ માયા એટલી લાગી કે તારા વિના હવે ક્યાં કશુંજ કાઈ ગમે..
તું મળશે જે દિન સામે પછી યાદ રાખજે એક સાંજે ત્યારે પછી તોફાન ચડશે..
પછી ગાશે કવિઓ આપડા મિલનની ગાથાને અલ્લડ નદીની જેમ મસ્તી પુરે
ભાવુની આ અદ્વૈત લાગણીઓ જોજે પછી તારા દિલને પણ કાયલ કરશે..
તું હશે બીજે ક્યાંક જાગ્રત અવસ્થામાં પણ અજાગ્રત મનની લાગણીઓ તારી વહે જશે
જોઈ ને ગુલાબની કલીઓને ખીલતા મારી જ છવી તને સાક્ષાત દિસસે..
વ્હાલમ, જોજે ને મુક લાગણીઓને પણ વાચા આવશે એ પલ પણ જલ્દી જ આવશે..
પ્રેમના દ્વારે તું હશે