रचना
ઝીરો બી એચ કે બંગલો, મારો ૯ બાય ૯ નો બંગલો
ઝીરો બી એચ કે બંગલો, મારો ૯ બાય ૯ નો બંગલો
ત્રણ તારા, પાંચ તારા, ના સાત તારા બંગલો,
અડધી રાતે ઉપર જુઓ તો લાખ તારા બંગલો
છત વિનાનો આ બંગલો, આકાશ જોતો આ બંગલો
ઝીરો બી એચ કે બંગલો
બે ડિગરી, પચાસ ડિગરી, તાપ સહેતો આ બંગલો
દીવાલ જેની તાડપત્રી, રણમાં ઉભો મારો બંગલો
હલતી દિવાલોનો બંગલો, ઉડતી દિવાલોનો બંગલો,
ઝીરો બી એચ કે બંગલો
ત્રણ ઈંટો, કિચન મારું, બળતણ તેલ તગારો
કાંદા, બટેટા, રોટલો ને ક્યારેક દાળ નો વારો
કાળી ચા પીતો બંગલો, ભૂખ્યો જ સુઈ જાતો બંગલો
ઝીરો બી એચ કે બંગલો
આ દશરથ અલીનો બંગલો, આ નારૂ અયુબનો બંગલો,
ઝીરો બી એચ કે બંગલો
વિનય – ચારૂલ