નમણું હાસ્ય એક,
ક્યાંક રૂડી સફરે લઈ જાય,
આંખોની નમી મજધાર,
કિનારે તારી જાય!
અલ્લડતાભરી અટવાતી,
જિંદગીને પાર પાડી જાય!
સ્મિતનો જાદુ છવાયો એવો,
કોરા પત્તાં શરમાઈ જાય!
વિખરાયેલા એ પત્તાં,
સ્મિતની છટામાં રેલાઈ જાય!
મરકતા એ હોઠોથી,
કોઈની જિંદગી પલટાઈ જાય!
નીરસ બનેલી ઓરડી કોઈ,
મહેલ બની જાય!
માયાજાળ રચાય એક સ્મિત સહ,
ને કોઈ જન્નત બની જાય!
-setu