Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રભાવ

શાં કાજ જીવનમાં કોઈપણ અભાવ હો!
સદા પ્રેમ અને લાગણી તણો વર્ષાવ હો.

ના કદી કોઈનોય માત્ર ખોટો પ્રભાવ હો
સાચા સંબંધો અને હદયથી લગાવ હો.

વ્યર્થ માંગણીઓ ખાતર ના અલગાવ હો,
સમર્પિત ભાવના અને ત્યાગે નિભાવ હો.

મન દુભાવતો દુઃખદાયક ના સ્વભાવ હો,
પ્રસન્નતા વહેંચવી હરેકને એ ભાવ હો.

સ્વના જ સુખ તરફનો જ ના ઝૂકાવ હો,
સર્વેના સંતોષી જીવન માટેનો વહાવ હો.

પટેલ પદ્માક્ષી(પ્રાંજલ)
વલસાડ

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111606919
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now