જિંદગીની સુની સફર તારા ગયા પછી,
એકલતા કેરી છે અસર તારા ગયા પછી.
બેફામ થઇ વરસી રહ્યા આંખના આંસુ,
થઈ રહી છે તારી કદર તારા ગયા પછી.
તુ બની રાધા,હું ના શ્યામ થઈ શક્યો,
પ્રણય માંયે રહી કસર તારા ગયા પછી.
ઋતુ ની રાણી રિસાઈ મારા એક કામથી,
વસંત માં આવી પાનખર તારા ગયા પછી.
-KISHAN