🌻
સાવધાન
કળા કરતો મળે છે મોરલો,સરગમ જવાની પર
હવા ફરતો ફરે ભમરો,કળીની માનહાની પર
નથી મોરાગ કરમાયા પછી,ફૂલો થયાની ક્ષણ
અહીં યાદી કરેલી,ફૂલ-પતઝડ પાનદાની પર
કળશ સ્થાપ્યો અહીં સૌનાં ભલા માટે ગગનવાસી
નમી ધરતી ગઝલ આખી,ધરા છે રાજધાની પર
પછી વરસી જતાં વાદળ,ધણી ભીનાશ પર એથી
નયન આગળ ધરી બેઠાં હતાં, એ બાગબાની પર
ખરો શણગારનો પાલવ,કમળની પાંદડી ઝાકળ
લખો ઝાકળ મઢેલો પ્રેમ,ઝાકળ સાવધાની પર
જાગૃતિ મારુ મહુવા"જાગુ"
તા.૦૮/૧૧/૨૦૨૦ રવિવાર
સમય:રાત્રે:૦૨:૦૮