જો મોબાઈલમાંથી કંઈક કાઢી નાંખો, તો તે ખરેખર ક્યાં જાય છે?
મોબાઇલ અથવા પીસીમાથી કંઈક કાઢી નાખો તે સામાન્ય રીતે રિસાઇકલ બિનમા જાય છે..અને રિસાઇકલ બિનમાથી પણ જો કાઢી નાખવામા આવે તો તે સંપુર્ણ રીતે ગાયબ થઈ જાય છે. આપણને એવુ લાગે કે આ ક્યા ગાયબ થઈ ગયુ ? પણ એ ક્યાય જતુ નથી..એ હજી ત્યા જ પડ્યુ હોય છે હાર્ડવેર ડિસ્કમા..જ્યા સુધી નવો ડેટા ખાલી પડેલા સેક્ટર અને ક્લસ્ટરની જગ્યા ના ભરી દે ત્યા સુધી એ ત્યા જ રહે છે અને એ બધો ડેટા પાછો રિકવર પણ કરી શકાય છે. ધીરે ધીરે નવી ફાઈલ ડિસ્કમા આવે તેમ જુની ફાઈલ ભુંસાતી જાય છે અને છેવટે અલોપ થઈ જાય છે.