"આ વર્ષે મેં ખાલી "એને" કેલેન્ડર માં આવતાં ભાળી.. દિવાળી ને મેં ક્યાં માણી..?
ના ઘૂઘરા ને ઘારી, ના મગજ ને મોહનથાળ, ના ચકકરી નાં ચક્કર માં અટવાણી.. દિવાળી ને મેં ક્યાં માણી..?
એક દિવા નાં તેજે કર્યો મેં ખાલી શુકન નો સાથિયો..રંગોળી ની રોનક રોળાણી.. દિવાળી ને મેં ક્યાં માણી..?
ના મેલ્ટન રોડ નો મેળો, ના ફટાકડા ને ખાણી - પીણી ની ઉજાણી.. દિવાળી ને મેં ક્યાં માણી..?
અરે રે.. આ વર્ષે તો દિવાળી "લોક ડાઉન" માં જ ખોવાણી.. દિવાળી ને મેં ક્યાં માણી..??"
- મોના વ્યાસ
5/11/20