The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
“જુઓ આવ્યાં માલેતુજાર નાં મખાના, ની સામે મધ્યમવર્ગ નાં મમરા.. છે રંગે બંન્ને ધોળા, છતાં રૂપે અવળા..પણ નથી કરતાં બંન્ને કોઈ જાતના નખરાં.. જે સ્વાદમાં ઢાળ્યા, ઢળી ગયાં એમાં.. સમજી ગયાં બંન્ને સમજદારીને સાનમાં.. લાગે સ્વાદ મીઠો, મખાના ની ખીરમાં...વઘારો તીખા મમરા તો બોલાવી દ્યે છે તમરાં.. છે નાસ્તો હળવો, નરવાઈ કે બીમારીમાં.. કહો આપને શું ભાવે મખાના કે મમરા..??” - સ્વરચિત 😊 (મોના વ્યાસ)
"લાકડી પર કાટ લાગ્યો, અને કમર પણ વૃદ્ધ થઇ ગયી..હું હજું રસ્તા માં છું, છતાં આ સફર મારી સમૃદ્વ થઇ ગયી.." - મોના વ્યાસ -Mona Vyas
"ઇશ્ક વો બલા હૈં, જિસસે હર એક આશિક ને ચોટ ખાઈ હૈં.. જિસને ચોટ ખાઈ હૈં, વહી સમજ શકતા હૈં કી શાયરી એક દવાઈ હૈં.. ઔર યે દવાઈ જિસને બનાઈ હૈં, પહેલે હકીમ બનકે ખુદ પે આઝમાઈ હૈં.. અગર દવા રાઝ આ ગયી તો નસીબ કી બલિહારી હૈં.. અરે, નસીબ કી છોડો સાહેબ.. વૈસે ઇશ્ક કી ઔર મુકદ્દર કી ચલતી સાલો સે લડાઈ હૈં.." - મોના વ્યાસ 11/11/20
"આ વર્ષે મેં ખાલી "એને" કેલેન્ડર માં આવતાં ભાળી.. દિવાળી ને મેં ક્યાં માણી..? ના ઘૂઘરા ને ઘારી, ના મગજ ને મોહનથાળ, ના ચકકરી નાં ચક્કર માં અટવાણી.. દિવાળી ને મેં ક્યાં માણી..? એક દિવા નાં તેજે કર્યો મેં ખાલી શુકન નો સાથિયો..રંગોળી ની રોનક રોળાણી.. દિવાળી ને મેં ક્યાં માણી..? ના મેલ્ટન રોડ નો મેળો, ના ફટાકડા ને ખાણી - પીણી ની ઉજાણી.. દિવાળી ને મેં ક્યાં માણી..? અરે રે.. આ વર્ષે તો દિવાળી "લોક ડાઉન" માં જ ખોવાણી.. દિવાળી ને મેં ક્યાં માણી..??" - મોના વ્યાસ 5/11/20
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser