Gujarati Quote in Motivational by Varsha Shah

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારી અંદરે ય બેઠો છે એક દુર્યોધન,
સતત જીતવાની જ ઠગારી આશા લઇને.
અને એક ધૃતરાષ્ટ્ર પણ હાજર છે,
જુએ છે સઘળું અાંખો મીંચેલી લઇને.
અને તમે જ ભગવાન ! જીતાડો છો
મને,જુગારમાં સતત શકુનિ થઇ ને!
"હું વિષ્ટિ કરવા આવું છું" એવું કહેણ
મોકલો છો અને આવો છો લઇને
આછી પછેડી ! મને ઢબૂરીને હેમખેમ.
ધીમે પગલે સરી જાઓ છો લઇને
મરકલડું એક વિજયનું !
જાઓ ડોલાવોબ્રહ્માંડને,
વેણુમાં સુરસપ્તક રેલાવીને!
સીમાઓ તો અમને નડે,
તમે તો છો જ અસીમ ને?
--વર્ષા શાહ

ક્યારેક બધું મેળવી લેવાની લાલસા, એમાંથી જન્મતી કપટવૃત્તિ અને એમાં મળતી સફળતાથી વધતો અહંકાર
માણસાઇમાંથી ખસેડવા પુરતાં છે.ત્યારે પૂર્વના પુણ્ય જોર કરતાં હોય તો સાવધાનીની એક ક્ષણે પરમાત્મા અંતરાત્માના અવાજરૂપે પ્રગટે અનેઅહંકારને સદ્હંકારમાં પલટાવી અલોપ થઇ જાય. આવી ક્ષણો જેને ભાગે આવી એ સદ્ભાગી !
-- વર્ષા શાહ

Gujarati Motivational by Varsha Shah : 111606160
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now