ચુંટણીના પરિણામ બાદ....
તળાવ સુકાઈ ગયું, કાદવ રહી ગયો,
બગલા ઉડી ગયા, માછલીઓ રહી ગઈ
વધતી ઉંમર રેતીના કણ જેમ સરી ગઈ
હાથ ખાલી રહ્યા, મુઠ્ઠી બંધ રહી,.
હવે આ પ્લેટફોર્મની સામે,
ફક્ત તાળીઓ જ દેખાય છે
રાજકીય વિશ્વાસ એક જૂઠ બની ગયો,
પક્ષમાં પડ્યાં ગાબડાં, ગાંઠ બાકી રહી.
હવે પાર્ટીમાં નથી પાણી,
ફક્ત વીજળીનો ગડગડાત છે.
ભાવના ઉડી ગઈ,
શરીર બળી ગયું,
રાખ રહી ગઈ. "