આ તરફ આગળ ભલે રસ્તો નથી ,
માર્ગ પગદંડીનો પણ ખોટો નથી .
એક ઊડતું પાન સમજાવી ગયું ,
એ ય ઊડે જેમને પાંખો નથી.
જે નદીને જોઈ મોઢું ફેરવે ,
એવો આ જગમાં કશે દરિયો નથી.
દર્દને સંતાડવાની ચાલ છે,
એ અમસ્તું એમ કૈ હસતો નથી .
વાડમાં છેબાં પડ્યા છે ચોતરફ,
બાગમાં માળી નથી ,પ્હેરો નથી .
આયનાની એજતો ફરિયાદ છે,
કોઈની પાસે નવો ચ્હેરો નથી.
ઊગતા સૂરજનું છે તાજું કિરણ ,
'બિન્ની 'ઢળતી સાંજ નો તડકો નથી.
બિનીતા