પણ નથી પડવું તારા પ્રેમમાં, છોડને
મારે નથી રે'વું કોઈ અહમમાં, છોડને
અહીં કોઈ નથી ચાહતું અસલમાં
ચાહીને રહેવું નથી રહમમાં, છોડને
વાત કરવી તો બિન્દાસ કર
રાચવું શું કોઈ વહમમાં, છોડને
ખડે પગે રહું એટલી શિદ્દત નથી
નથી જવું બહુ ગહનમાં, છોડને
હું પામર છું, મને પામર જ રાખ
'અનુ'ના રસ્તા જ ગમનમાં, છોડને
અનુ.